Wednesday, August 4, 2010

હતું ત્યારે હતું.

કોઈ સવાલ જવાબ ન ચર્ચા, હતું ત્યારે હતું.
રીસાવું, ન મનાવવાના ખર્ચા,હતું ત્યારે હતું.



ન પકડાય, હવે જોવાય જે હાથ, એના માટે
જગ સામે માંડ્યા'તા મોરચા, હતું ત્યારે હતું.



ઘોર અંધશ્રદ્ધા લોકોને મન લાગતી હતી જે
તેના મળ્યા હતા કેવા પરચા! હતું ત્યારે હતું.



કોણ જાણે! હાલ બંને ખવાય સાથ તો મજા
દાળવડા એ, હું ખાતો મરચા, હતું ત્યારે હતું.



ન યાદ, ન મળવાની ઈચ્છા કદી 'હાસ્ય'
કેમ મન કરે એની પુન:ચર્ચા? હતું ત્યારે હતું.

Friday, July 23, 2010

કંઈ જામી છે !

કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !
કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !
નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !
ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !
આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો,કંઈ જામી છે !
બળબળતા સૂરજની ઉપરવટ અકળા ફરતાં'તા 'હાસ્ય'
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !
વિપુલ પરમાર 'હાસ્ય'

Tuesday, July 20, 2010

સાવ મૂંગીમંતર!

મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?
ચાલી ચાલી થાકું તોય
ન મળતો અનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
વિપુલ પરમાર 'હાસ્ય'

Saturday, July 10, 2010

એનું કાઈ નહિ !

ઉંવા ઉંવા અજવાળું, કિલ્લોલ ને ખમ્મા,ખમ્મા,
દોર-વા રોજ કૂપળ ઉંચકાય, એનું કાઈ નહિ !
બાંધકામમાં ક્યાંક નડતર તો ઉખાડો મુળિયા,
નીતનવા માથે માળા બંધાય, એનું કાઈ નહિ !
ધર્મપરિવર્તન તો ધમપછાડા પાછી થાય હોહા,
આ ડાળી ખુરશીમાં બદલાય, એનું કાઈ નહિ !
માણસ મરે તો ઓળખાણની આંખો ભીંજાય,
લીલાછમ્મ રામકૃષ્ણ કપાય, એનું કાઈ નહિ !
એકાદને દીવા ધરાય, બાપડી આખી વસ્તી ખુશ ,
બે બચે, બીજા બાર વધેરાય, એનું કાઈ નહિ !
વિપુલ પરમાર 'હાસ્ય'

Friday, July 9, 2010

બાવો

ક્યારેક તો આછી પાતળી નજર નાખી જાઓ ,
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો
બાવો ક્યારેક ટહુકા કરતો
ક્યારેક કરતો ચીં,
એ મંત્રોથી ઉભરાઈ જતો
રોજ ચારેબાજુથી.
હોંચી, હણહણ નાદ કરને, કદી વગાડે પાવો.
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો.
પરમાર્થ સારું ઉભો રેહ્તો
એનો આખોય અડીખમ સમાજ,
બેઠા કરવા રોજ બીજાને
કરે કેવા કૂણા કૂણા ઈલાજ!
પાડ મને રામ, એવી કંઈ કેટલીય કથાઓ .
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો
હાથ, આંગળી ધડને માથે
કરે લોઢા કેરા ઘા
મારનારને કોણ કહેશે કે
હવે તો માણસ થા.
'હાસ્ય' હવે રોકી દેજો આ ખુદની હત્યાઓ.
સદીઓથી અહિયાં એક પગે ઉભો છે બાવો.
વિપુલ પરમાર 'હાસ્ય'

Thursday, July 8, 2010

નવ aક્ષરનું નામ

અલ્યા એઈ પાછી નજર તો નાખ , સાંભળે સ ?
તારા વિના ક્યાય ગોઠતું નથી સોનલને,
ઓંલ્યો ખુશાલીયો ખોતરવાનું ભૂલી ગયો છે.
મુશળધારે પડતો વરસાદ ભીંજવતો નથી
કોઈને ડુંગળી ખાવાનો પાનો નથી ચડતો ,
ખોબામાંથી દરિયો સુકાઈ જાય છે અને તારા જેમ
હવે કોઈ mira બનતી નથી.
haly મન પાંચમના મેળામાંથી કેમેરો લાવી ફિલમ ફિલમ રમશું.
કવ છું તને તારી ફઈના સમ !
લે બોલ હવે તું ! આવીશ ને ?
haji આપણે બુદ્ધ્દ્ધા થઇ આખે આખું છાપું પી જવાનું છે ઢાળ વાળી ટેકરી પર બેસી .
અને હા આ અન્કીતીયો તારા ચાળા પડે છે અને સુરેશ ગોતે છે શબ્દે શબ્દે તારા સગડ.
મેં તો તારું નામ બદલી નાખ્યું છે 'હયાત રમેશ પારેખ.
તું નહિ આવે તો હું કહીશ કે ઈશ્વર ગધેડીનો છે